નોર્થ કેરોલિનાના એક વૃદ્ધ સુથાર 20 ડોલર લોટરીની ટિકિટમાંથી લખપતિ બન્યા!

નોર્થ કેરોલિનામાં એક વ્યક્તિને કન્વીનિયન્સ સ્ટોરની બહાર જમીન પરથી 20 ડોલરનું એક બિલ મળ્યું હતું. આ બિલમાંથી તે લખપતિ બની ગયા હતા. 22 ઓક્ટોબરે બેનર એલ્કના વૃદ્ધ કારપેન્ટર (સુથાર) જેરી હિક્સ જ્યારે એક કન્વીનિયન્સ સ્ટોર તરફ જતા હતો ત્યારે તેને રસ્તામાંથી 20 ડોલરનું બિલ મળ્યું હતું.
તેણે જણાવ્યું હતું કે, “મને સ્પીડવેની બહારના પાર્કિંગમાંથી 20 ડોલર મળ્યા હતા અને મેં તેનો ઉપયોગ ટિકિટ ખરીદવા માટે કર્યો હતો.” તેને ત્યાંથી લઇને તે બૂનમાં સ્પીડવેમાં ગયા હતા અને ત્યાંથી એક્સ્ટ્રીમ કેશ ખરીદ્યું હતું. તેણે ખુશ થઇને જણાવ્યું હતું કે, “હું ખરેખર જે ટિકિટ શોધી રહ્યો હતો તે તેમની પાસે નહોતી તેથી મેં તેના બદલે અન્ય ટિકિટ ખરીદી હતી.” તે 1 મિલિયન ડોલરની લોટરી સાથે જેકપોટ જીતી ગયા હતા. વિજેતા પાસે તેની ઇનામ રકમ સ્વીકારવાના બે વિકલ્પો ઉપલબ્ધ હતા. 20 વર્ષમાં 50 હજાર ડોલરની એન્યુઇટી તરીકે ઇનામ સ્વીકારો અથવા છ લાખ ડોલરની નિશ્ચિત રકમ તરીકે ઇનામમાં મેળવો. તેણે અંતે બીજો વિકલ્પ પસંદ કર્યો. આ રકમમાંથી જરૂરી ટેક્સની કપાત પછી 4, 29, 007 ડોલર મળ્યા હતા. હિક્સ જીતેલી રકમનો ઉપયોગ તેના બાળકોને મદદ કરવામાં કરશે અને તે 56 વર્ષ સુથારી કામ કર્યા પછી હવે નિવૃત્ત થવા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *